![]() |
| Advertisement |
જિંદગી ફંફોળવાની છે વધારે કંઈ નથી .
જાતને ઢંઢોળવાની છે વધારે કંઈ નથી .
આ ધરમ ને આ કરમની પોટલી ખડકી અહીં,
સત્યથી એ તોળવાની છે વધારે કંઈ નથી.
લોભલાલચ મોહ માયા ને અહંની આ રમત,
આ રમત રગદોળવાની છે વધારે કંઈ નથી.
આ સફરમાં ઝેર કે અમૃત મળે તે પી જવા,
એ પવાલી ઘોળવાની છે વધારે કંઈ નથી .
ને ખરેખર આ કિનારા પર નહીં મોતી મળે.
ઠેઠ તળિયે બોળવાની છે વધારે કંઈ નથી .
શ્વાસની પીંછી રહી ના જાય કોરીકટ પછી,
રંગમાં ઝબકોળવાની છે વધારે કંઈ નથી .
નાદનો આ લય અહો આનંદ ભીતર ઝણઝણે ,
બેઘડી હિલ્લોળવાની છે વધારે કંઈ નથી .
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖







